-
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ એક્ટિવ મોડમાં
-
વિપક્ષના સૂપડા સાફ કરવાનો કર્યો દાવો
-
કાર્યકર્તાઓ સાથે કરી ચાય પે ચર્ચા
-
સી.આર.પાટીલે AAPને આપ્યો ખુલ્લો પડકાર
-
સી.આર.પાટીલે વધાર્યો કાર્યકરોનો જુસ્સો
સુરતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હવે ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે.જનતાના મિજાજને પારખવામાં માહેર ગણાતા પાટીલે હવે પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે.
સુરતના અલગ-અલગ વોર્ડમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ચાય પે ચર્ચા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્રસંગે સી.આર.પાટીલ માત્ર રણનીતિ જ નથી ઘડી રહ્યા, પરંતુ વિપક્ષી દળો પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે.
આ ચર્ચા દરમિયાન પાટીલે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, ગઈ ચૂંટણીમાં જે 27 બેઠકો મળી હતી, આ વખતે એટલી બેઠકો પણ જીતી બતાવો તો હું માની લઉં! પાટીલના આ નિવેદને સુરતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પાટીલે દાવો કર્યો છે કે આ વખતે સુરતમાં વિપક્ષના સૂપડા સાફ થઈ જશે.
