સુરત : વાવ ગામના દિવ્યાંગ વ્યક્તિની ઝીંદાદિલી, શારીરિક ક્ષતિને ઓળંગી બન્યા "સ્વનિર્ભર"

New Update
સુરત : વાવ ગામના દિવ્યાંગ વ્યક્તિની ઝીંદાદિલી, શારીરિક ક્ષતિને ઓળંગી બન્યા "સ્વનિર્ભર"

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામના એક ઝીંદાદીલ દિવ્યાંગ વ્યક્તિ પોતાની શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા છે, ત્યારે તેઓ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા.

સમગ્ર રાજ્યમાં કેટલાક દિવ્યાંગો પગભર ભાવનાને આત્મસાત કરી સમાજને સ્વમાનભેર જીવવાનું શીખવી રહ્યા છે. દિવ્યગતાંને ક્ષમતાઓ પરિવર્તીત કરતા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામના સંજય માહ્યાવંશી તેનું જીવંત ઉદાહરણ છે. 33 વર્ષીય સંજય માહ્યાવંશી પોતાની એસ આર્ટ ફિલ્મ સ્ટુડિયો નામની શોપ ધરાવે છે, તેઓ શરીરે 75 ટકા દિવ્યાંગ છે અને સ્ટુડિયો ચલાવી પોતે સ્વનિર્ભર બન્યા છે. તેઓ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનું સુંદર એડિટિંગ કરતા હોવાથી 30થી વધુ સ્ટુડિયોના લોકો તેમને જ એડિટિંગનું કામ આપી રહ્યા છે.

વાવ ગામના સંજય માહ્યાવંશી પોતે તો સ્વનિર્ભર બન્યા છે. પરંતુ તેઓએ વીડિયો-ફોટોના એડિટિંગનું કામ કરવા માટે મહિલાઓને પણ પ્રેરિત કરી છે. જેમાં ગામની ઘણી મહિલાઓને સંજય માહ્યાવંશીએ પોતાના સ્ટુડિયોમાં કામ પર રાખી રોજગારી આપી રહ્યા છે. તેઓ દિવ્યાંગ હોવા છતાં સમાજને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના ધરાવે છે. જેમાં કોઈપણ સમાજની દિકરીઓના માતા-પિતા હયાત ન હોય તેવી દીકરીઓના લગ્નની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું એડિટિંગ તેમજ લગ્નનો ફોટો આલબમ, DVD સહિત પેન્ડરાઈવ વિનામૂલ્યે આપી માનવતાના એક ઉત્તમ કાર્ય સાથે અનોખી સેવા કરી રહ્યા છે.

જોકે મહત્વનું એ છે કે, સશક્ત વ્યક્તિઓ કોઈ પણ કાર્ય કરવામાં સમર્થ રહે છે. પરંતુ વાવ ગામના દિવ્યાંગ સંજય માહ્યાવંશી આવી પરિસ્થિતિમાં પણ સશક્ત લોકોને શરમાવે તે પ્રકારનું કામ કરી રહ્યા છે, ત્યારે તેઓની આ પ્રકારની કામગીરી અન્ય દિવ્યાંગ લોકોને પણ હિમ્મત અને પ્રેરણા આપે તેમ સાર્થક થઈ છે. સાથે જ તેઓની ઉત્તમ કામગીરી અન્ય લોકો માટે પણ એક ઉદાહરણરૂપ સાબિત થઈ છે.

Latest Stories