સુરત : કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનો થયા સતર્ક, 3 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની કરી જાહેરાત

New Update
સુરત : કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનો થયા સતર્ક, 3 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની કરી જાહેરાત

સુરત જીલ્લામાં કોરોનાના કેસ વધતા અનેક ગામડાઓના ગ્રામજનો સતર્ક થઈ ગયા છે, ત્યારે ઓલપાડ, સાયણ અને દેલાડ પંથકમાં આગામી 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ઘાતક બની છે, ત્યારે સુરત જિલ્લાના વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઓલપાડ, સાયણ અને દેલાડ પંથકમાં તા. 16, 17 અને 18 એમ કુલ ત્રણ દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે લોકડાઉનના પ્રથમ દિવસે જ ઓલપાડ અને દેલાડ ગામમાં સંપૂર્ણ બંધના દ્રશ્યો નજરે પડ્યા છે. જેથી કહી શકાય કે, લોકો પણ હવે જાગૃત બની લોકડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. જોકે, લોકડાઉનનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની જાહેરત કરવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.

Latest Stories