સુરત: ટી શર્ટ પહેરી ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભા ગૃહમાં પ્રવેશતા બહાર કઢાયા, કોળી સમાજે નોધાવ્યો વિરોધ

New Update
સુરત: ટી શર્ટ પહેરી ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભા ગૃહમાં પ્રવેશતા બહાર કઢાયા, કોળી સમાજે નોધાવ્યો વિરોધ

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટીશર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવતા વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોધાવવામાં આવ્યો હતો.

ગતરોજ વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું એ દરમ્યાન ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટીશર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ગૃહની ગરીમાને શોભે તેવું ટીશર્ટ પહેરીને આવવાની સુચના આપવામાં આવી હતી જોકે વિમલ ચુડાસમાએ પોતાનો પ્રવેશ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. દરમિયાન રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જો ધારાસભ્ય ન માને તો તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

આ અંગે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો વિમલ ચુડાસમા સમગ્ર મુદ્દે કહ્યું હતું કે સભા ગૃહમાં અગાઉ અનેક ધારાસભ્ય ટીશર્ટ પહેરીને આવ્યા છે આ મારી નહીં પરંતુ ઓબીસી સમાજનું અપમાન છે. આ મામલે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોળી સમાજના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તેઓએ જિલ્લા કલેક્ટરને વતી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી ધારાસભ્ય વિમલ ચુડાસમાનું અપમાન થયું હોવાનું જણાવી વિધાનસભાના અધ્યક્ષ સભા ગૃહમાં વિમલ ચુડાસમાની માફી માંગે તેવી માંગ કરી હતી જો આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં ન આવશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories