સુરત : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજ્યના વનમંત્રીએ કર્યું વૃક્ષારોપણ, પર્યાવરણને બચાવવા સહિયારા પ્રયાસની અપીલ

New Update
સુરત : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજ્યના વનમંત્રીએ કર્યું વૃક્ષારોપણ, પર્યાવરણને બચાવવા સહિયારા પ્રયાસની અપીલ

5મી જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ… આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરત ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યુ હતું કે, સમગ્ર રાજ્યમાં તાઉતે વાવાઝોડાના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા, ત્યારે માનવ વસતીની સામે વૃક્ષોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થતાં પર્યાવરણ પ્રેમીઓની ચિંતામાં પણ વધારો થયો છે.

જોકે, પર્યાવરણને બચાવવા માટે સૌકોઈએ સહિયારો પ્રયાસ કરવો જ રહ્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેવામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે ઠેરઠેર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories