/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/07173736/IMG_20210607_150908.jpg)
અમરોપી પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતો ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય ફૂટબોલ પ્લેયર સનીની કસરત કરવાની દોરી તૂટી જતા દુપટ્ટા વડે કસરત કરતો હતો દરમિયાન દુપટ્ટો પંખામાં લપટાઈ જતા કિશોરને ફાંસો લાગી જતા મોત નિપજ્યું હતું.
પરિવારના લોકો ઘરમાં હતા અને કિશોર ઘરના એક રૂમમાં સાઉન્ડ લગાવીને કસરત કરતો હતો. કિશોર રોજે સાંજે એક કલાક કસરત કરતો હતો પરંતુ એક કલાક વધુ સમય વીતી જતા યુવક બહાર ન આવતા પરિવારના સભ્ય જોવા જતા યુવક પંખા સાથે ફાંસો ખાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. પરિવાર લોકો કિશોરને નીચે ઉતારી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
પરિવારે જણાવાયું હતું કિશોર ફૂટબોલનો સોકીન હતો દિલ્લી ખાતે ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતો હતો પણ કોરોનાના કારણે પરિવાર ભાગ લેવા ના પાડી હતી જેથી યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હોય એવું બની શકે છે. હાલ સમગ્ર મામલે અમરોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.