Connect Gujarat
સુરત 

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : સુરતમાં પરિવારને કહ્યા વિના બાઈકની લટારે ગયેલા 15 વર્ષીય કિશોરનું બસની અડફેટે મોત

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : સુરતમાં પરિવારને કહ્યા વિના બાઈકની લટારે ગયેલા 15 વર્ષીય કિશોરનું બસની અડફેટે મોત
X

બાળકોને નાની ઉંમરમાં મોટર સાયકલ ચલાવવા આપવાનું ગંભીર પરિણામ પરિવારે ભોગવવું પડે છે, ત્યારે માતા પિતાને ચેતવણી આપતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં રફતારની મજા 15 વર્ષીય કિશોર માટે મોતની સજા બની છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં ઘરમાં જાણ કર્યા વગર ધોરણ 9મા અભ્યાસ કરતાં 15 વર્ષીય વિદ્યાર્થી પિતાની બાઇક લઇ લટાર મારવા નીકળ્યો હતો. આ દરમ્યાન રસ્તામાં લક્ઝરી બસની અડફેટે આવી જતાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર ગામના વતની અને હાલ સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ સીતાનગર નજીકની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષ ટાંકનો 15 વર્ષીય પુત્ર યશ ટાંક ઘર નજીકની નચિકેતા સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. થોડા સમય પહેલા મનીષ ટાંકે પાડોશી પાસેથી સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. હજુ નવી નવી જ શીખેલ બાઈના રાઉન્ડની મજા માણવા યશ દરરોજ જતો હતો, ત્યારે ગતરોજ મોડી સાંજે નોકરી પરથી પિતા ઘરે આવ્યા બાદ પિતાને કે, પરિવારને જાણ કર્યા વગર યશ ટાંક બાઈક લઈને લટાર મારવા નીકળી પડ્યો હતો, જ્યાં રસ્તામાં લક્ઝરી બસની અડફેટે આવી જતાં યશ ટાંકનું ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે મૃતક યશ ટાંકના પિતા મનીષ ટાંકની ફરિયાદના આધારે અજાણ્યા લકઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, એકના એક પુત્રનુ અકસ્માતમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Next Story