સુરત : ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી...

ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી

New Update
  • કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરાતા તંત્ર કામે લાગ્યું

  • ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા આયોજન

  • નિરાકરણ માટે રાજ્ય સરકાર મેદાનમાં આવી

  • નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી

  • ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવા નિર્દેશ

સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાય હતી. જેમાં ખાડીપૂર અને જર્જરિત બ્રિજ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં ખાડીપૂરની વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હવે સક્રિય થઈ છે. સુરત ખાતે રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય 3 બેઠક યોજાય હતી. આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓસાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાસુરત અને ગ્રામ્ય પોલીસસિંચાઈ વિભાગમેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન ખાડીપૂર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રી કનુ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી. ખાડીપૂર ઉપરાંતકનુ દેસાઈએ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જેમાં કયા બ્રિજ કેરોડ જર્જરિત છે. તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી તેના સમારકામ અથવા પુન:નિર્માણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કેસુરતમાં હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છેતેના કારણે પાણીનું સ્તર વધ્યું છે. જે ખાડીપૂરનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. વધુ વરસાદ પડે તો કેવી રીતે નદીના પાણીને અટકાવી શકાયઅને શહેરને બચાવી શકાયતે માટેનું લાંબા ગાળાનું આયોજન અધિકારીઓને સાથે રાખીને કરાશે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.