યુવાનો માટે ઉમદા ઉદાહરણ : દિલ્હી 'ઇન્ડિયા સ્કિલ્સ-2024' સ્પર્ધામાં સુરતના યુવાને દેશમાં ત્રીજા સ્થાને આવી બ્રોન્ઝ મેડલ જીત્યો...

સુરત ITIમાં ટ્રેઇની સોલાર ટેકનિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતાં ધારિત જસાણીએ રિન્યુએબલ એનર્જી સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીત્યો...

New Update
  • દિલ્હી ખાતે 'ઇન્ડિયા સ્કિલ્સ-2024સ્પર્ધા યોજાય

  • સુરત ITIમાં ટ્રેઇની સોલાર ટેકનિશિયને બાજી મારી

  • રિન્યુએબલ એનર્જી સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લીધો

  • ધારિત જસાણીએ સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું

  • બ્રોન્ઝ મેડલ મેળવી સંસ્થા-પરિવારનું ગૌરવ વધાર્યું 

ગુજરાતી યુવાનોને જાણકારી અને તક મળે તો તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી શકે છેત્યારે સુરત શહેરના સોલાર ટેકનિશયન યુવાને ઈન્ડિયા સ્કીલ કોમ્પિટિશનમાં રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ મેળવી પુરવાર કરી બતાવ્યુ છે.

સુરત શહેરના ધારિત જસાણીએ દિલ્હીમાં આયોજિત 'ઇન્ડિયા સ્કિલ્સ-2024સ્પર્ધામાં સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. સુરત ITIમાં ટ્રેઇની સોલાર ટેકનિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતાં ધારિત જસાણીએ રિન્યુએબલ એનર્જી સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

જોકેઇન્ડિયા સ્કિલ્સ જેવી સ્પર્ધાઓ યુવાનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતા દર્શાવવાની તક પુરી પાડે છે. ધારિત જસાણી જેવા યુવાનોનું ઉદાહરણ એ દર્શાવે છે કેભારતનું ભવિષ્ય માત્ર એક શૈક્ષણિક ડિગ્રીમાં નથીપણ કૌશલ્યમાં છે. ધારિત જસાણી હવે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છેજેનાથી અન્ય યુવાનો માટે રોજગારી ઉભી થશે. ધારિત જસાણીને મળેલી સફળતામાં તેની સંસ્થાનું પણ અમૂલ્ય યોગદાન છે.

Latest Stories