સુરત : નકલી પનીર બાદ હવે શંકાસ્પદ માખણ ઝડપાયું,SOGએ બે ડેરીમાંથી 143 કિલોગ્રામ માખણનો જથ્થો કર્યો જપ્ત

વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો....

New Update
  • નકલી પનીર બાદ હવે નકલી માખણ

  • ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયા સામે કાર્યવાહી

  • SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા રેડ

  • પોલીસે શંકાસ્પદ માખણનો જથ્થો કર્યો જપ્ત

  • સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા 

સુરત શહેરમાં નકલી પનીર ઝડપાયા બાદ હવે SOGએ માખણના વેપારીઓ પર સકંજો કસ્યો છે,જેમાં પુણાગામ અને વરાછામાં આવેલી બે ડેરીમાંથી 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં નકલી અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પૂણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતોજેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે.ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલાં જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

SOGની ટીમે સૌપ્રથમ દરોડો પૂણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો હતોજ્યાંથી સંચાલક ભુપત નારણભાઇ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતોજેની કિંમત 11,600 થવા જાય છે. આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો. જનતા ડેરીના માલિક ઘનશ્યામ જેરામભાઇ દુધાતની હાજરીમાં 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતુંજેની કિંમત 17,000 જેટલી થવા જાય છે. આ બંને ડેરીઓમાંથી મળી આવેલો કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી SOG દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

આ માખણના સેમ્પલને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે,જોકે માખણમાં ભેળસેળ કે ખામી જણાશે તો ડેરીના સંચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. 

Latest Stories