સુરત: MLA કુમાર કાનાણીના પત્ર બાદ તંત્ર એક્શનમાં, વરાછામાં બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવ્યા

સુરતના વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રની અસર જોવા મળી હતી જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ હટાવવામાં આવ્યા

New Update
  • ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો હતો પત્ર

  • તંત્રને પત્ર લખવામાં આવ્યો હતો

  • બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે પત્ર લખાયો

  • તંત્ર તુરંત એક્શનમાં આવ્યુ

  • ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવ્યા

સુરતના વરાછા વિસ્તારના સરથાણા–વરાછા બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક યુવાનો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને અનુસંધાને  તંત્ર હરકતમાં આવ્યું છે. વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ અને ગાંજાની હેરફેર થવાના વિડિયો વાયરલ થતાં લોકોનો અસંતોષ વ્યાપક બન્યો હતો.આ મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ગંભીરતા દાખવી મનપા કમિશનરને સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
યુવાનો દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને ધારાસભ્યએ ખુલ્લું સમર્થન આપતા તંત્ર પર દબાણ વધ્યું હતું.પત્ર અને સ્થળ પર મળતી ફરિયાદોને આધારે પોલીસ અને પાલિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા.
Latest Stories