સુરતની નવી સિવિલનું નવું નજરાણું
સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ સેવાનો શુભારંભ
કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ
માથાથી પગ સુધીની રક્તવાહિનીઓની થશે સારવાર
ગંભીર રોગનું નિઃશુલ્ક નિદાન અને સારવાર કરાશે
સુરત નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજીત રૂપિયા 12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા 5 થી 50 હજારનો શુલ્ક લેવામાં આવે છે, તે સારવાર અહીં નિ:શુલ્ક આપવામાં આવશે.
આ શુભારંભ પ્રસંગે RMO ડો.કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજીસ્ટ ડો.પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રો.ડો.પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડો.હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજા પટેલ, વિવિધ ટેકનીશીયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.