/connect-gujarat/media/post_banners/da7fb661865e45f1dd0a29eb515ffe6b97f87cdf0f53e17cbf5d62dba7dd1d4c.jpg)
સુરત શહેરમાં ફરી એક વાર કોરોનાએ રફતાર પકડી છે અને હાલમાં સુરતમાં જ કોરોનાના 3 હજાર કરતાં વધારે એકટીવ કેસ છે. આવા સંજોગોમાં શહેરમાં સંક્રમણ ફેલાતું રોકવા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરે અધિકારીઓની બેઠક યોજી હતી.
સુરત શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં હોવાથી વહીવટીતંત્ર એકશનમાં આવ્યું છે. શુક્રવારે બપોર સુધીમાં શહેર અને જિલ્લામાં મળીને નવા 569 કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 3 હજારને પાર કરી 3846 પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. કોરોનાના વધી રહેલાં કેસ સંદર્ભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સથી સુરતના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેકટર આયુષ ઓક તથા મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.