-
ગોડાદરામાં વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો
-
શાળામાં શૈક્ષણિક ફી ભરવાની હતી બાકી
-
પરિવારજનોએ શાળા સંચાલકો પર કર્યો હતો આક્ષેપ
-
DEO દ્વારા તપાસ કમિટીની કરાઈ રચના
-
જો સ્કૂલ જવાબદાર હશે તો થશે કાર્યવાહી
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી આદર્શ પબ્લિક સ્કુલની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો,જોકે મૃતક પુત્રીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ફી ભરવા બાબતે ટોર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો,પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ ઘટનામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
જોકે, ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે,જેમાં DEO દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને બાકી ફી મુદ્દે ટોર્ચર ન કરે તેમજ વિદ્યાર્થીઓના વાલી સાથે જ સીધો સંપર્ક કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
જ્યારે આ કેસમાં સ્કૂલમાં બંને બહેનોની ફી ભરવાની બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે.જ્યારે આ ઘટનામાં જો સ્કૂલની કોઈ વાંધો જણાશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં આ ઘટનામાં વધુ ચોંકાવનારી હકીકત બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.સુરત : વિદ્યાર્થીનીના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં DEO દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરાઈ