શહેરની મોટી ગણેશ પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન
હજીરા ખાતે ગણેશ વિસર્જનના આકાશી દ્રશ્ય સામે આવ્યા
14 જેટલી ક્રેનની મદદથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
પોલીસ કમિશનરે હજીરા ખાતે વિસર્જનનું નિરીક્ષણ કર્યું
અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસના પ્રયાસ
રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે વિધ્નહર્તાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહી આવતા શ્રીજીભક્તોએ “અગલે બરસ તું જલ્દી આના'ના જયઘોષ સાથે વાતાવરણ ગજવી મુક્યું હતું. તો બીજી તરફ, વિસર્જન સ્થળોએ લાઇટ, સુરક્ષા અને ફાયરબ્રિગેડ જેવી તમામ જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી છે.
જોકે, વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યોરિટી અને ફાયરબ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. સુરત શહેરમાં ગણેશજીની મોટી પ્રતિમાઓનું હજીરા ખાતે 14 જેટલી ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત પોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓએ હજીરા ખાતે શ્રીજી વિસર્જનનું નિરીક્ષણ કર્યું હતું. આ તરફ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.