સુરતમાં ડ્રીમ સીટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રીના હસ્તે  કરવામાં આવ્યું

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 39 પોલીસ સ્ટેશનનો કાર્યરત હતા.હવે એક નવું 40મુ પોલીસ સ્ટેશન ડ્રીમ સીટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે જેનું કેન્દ્રીય જળ સંપતિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

New Update
dreamcity police station surat

સુરત શહેરના હદ વિસ્તારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે,તેને કારણે હવે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો પણ ઉભી થઈ રહે છે.સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 39 પોલીસ સ્ટેશનનો કાર્યરત હતા.હવે એક નવું 40મુ પોલીસ સ્ટેશન ડ્રીમ સીટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે. કેન્દ્રીય જળ સંપતિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisment

ડાયમંડ બુસ્ટ તેમજ આવનાર દિવસોમાં ડ્રીમ સીટી શરૂ થશે ત્યારે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ તે ખૂબ જ જરૂરી છે.જેના ભાગરૂપે અત્યારથી જ ડ્રીમ સીટી પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે. 

સુરત શહેર અને એરપોર્ટ નજીક આવેલા સુરત ડાયમંડ બુર્સને કારણે અહીં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં જોખમ લઈને આવતા વ્યક્તિઓ તેમજ અહીં આવનારા હીરા ઉદ્યોગપતિઓની સુરક્ષા જળવાઈ રહે,કાયદા વ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ રહે તેને ધ્યાનમાં રાખીને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનો લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું.

police station innauguration

હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો ડ્રિમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે.ત્યારે પોલીસ સ્ટેશનની સ્વાભાવિક રીતે જ જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે.હીરા વેપાર કરવા આવનાર દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવ કરે તે માટે ગૃહ વિભાગ દ્વારા નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે ડ્રીમ સીટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે.અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. હાલ હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદી ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બુર્સમાં ધીરે ધીરે ઓફિસ શરૂ થઈ રહી છે.

22મી ફેબ્રુઆરીથી વધુ 100 ઓફિસ શરૂ થવા જઈ રહી છે.હાલ હીરા ઉદ્યોગમાં મંદીઓ હોવાને કારણે થોડો ઉત્સાહ ઓછો દેખાય રહ્યો છે. મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કેન્દ્ર સરકાર થાય તેના માટે રજૂઆત કરી દેવામાં આવી છે,પરંતુ હજી સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી,આશા રાખીએ કે જે રજૂઆત યોગ્ય નિરાકરણ આવશે.

Advertisment
Latest Stories