હાલના સમયમાં સોનાના ભાવમાં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર માત્ર સોનાના દાગીનાના ભાવમાં જ નહીં, પરંતુ મીઠાઈ ઉપર પણ જોવા મળી રહી છે. જોકે, દિવાળીના પર્વ પર પોતાના પ્રિયજનોને મીઠાઈ આપવાની પરંપરા વર્ષો જૂની છે. આ પરંપરાને વધુ યાદગાર બનાવવા માટે સુરતમાં ખાસ ગોલ્ડન મીઠાઈ તૈયાર કરવામાં આવી છે.
હા, મીઠાઈના ભાવ પણ સોનાના દાગીનાની જેમ આસમાને પહોચ્યા હોય તેવું સુરતની “GOLDEN SWEET”ના ભાવમાં જોવા મળ્યું છે. જોકે, સોનાના ભાવમાં થયેલા વધારાની મીઠાઈના ભાવમાં વધારા સાથે શું લેવા દેવા..? પરંતુ આપને જણાવી દઈએ કે, સોનાના ભાવમાં વધારાથી ગોલ્ડ સ્વીટના ભાવમાં પ્રતિ કિલો 4 હજાર રૂપિયા વધારો નોંધાયો છે. ગત 2 વર્ષ પહેલાં ગોલ્ડ સ્વીટ રૂ. 9 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાઇ હતી.
આ વર્ષે રૂ. 12 હજાર પ્રતિ કિલો દેશ-વિદેશમાં વેચાઇ રહી છે. સુરત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં મોંઘી મીઠાઇઓમાં આ મીઠાઈ સામેલ હશે, જેનો ભાવ રૂ. 12 હજાર પ્રતિ કિલો છે. આ ગોલ્ડન મીઠાઈમાં 4 વેરાઈટી છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમાં તુલસી ગંગા અને કેસર કુંજ સહિત 4 વેરાઇટીના કિલોનો ભાવ રૂ. 12 હજાર સુધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશમાંથી પણ આ ગોલ્ડ મીઠાઈનો ઓર્ડર મળી રહ્યો છે. વિદેશ માટે અમે ઓનલાઈન ઓર્ડરના ખાસ પેકિંગ કરવામાં આવે છે. લાલ રંગના બોક્સમાં મીઠાઈ લોકોને આપવામાં આવતી હોય છે, જે રોયલ લુક આપે છે.
ઓર્ડર મુજબ મીઠાઈ બનાવવામાં આવે છે. જેમાં પ્યોર ગોલ્ડ વરખ ચઢાવવામાં આવે છે. પ્રાચીન કાર્ડમાં પણ રાજા રજવાડાં આવી જ રીતે સોનાના વરખની મીઠાઈઓ ખાતા હતા, અને સોના-ચાંદીના વાસણમાં તેઓ જમતા હતા. જે આરોગ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે.