New Update
/connect-gujarat/media/post_banners/9a3912b3b7ed8da40c4943c14319c3c771197cca765b513cfe328096cdb703cb.webp)
સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના લિંબાયતમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A-56માં બની છે. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે, જેમાં આપઘાત પહેલાં તેણે થોડાક વીડિયો પણ બનાવેલા છે.