સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.

Latest Stories