ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ
બીઆરટીએસ અને સીટી બસમાં ચેકિંગ હાથ ધર્યું
મુસાફરો પાસેની ટિકિટ તપાસ હાથ ધરવામાં આવી
બસ કંડકટર અને ડ્રાઈવર પાસે આઈ કાર્ડ ચેક કર્યો
ટિકિટ ચેકર અને કંડકટર 7 દિવસ માટે સસ્પેન્ડ
સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સીટી બસ સેવામાં ટિકિટ સહિતના મુદ્દે ફરિયાદો ઉઠી હતી,જે ફરિયાદને ધ્યાનમાં રાખીને મનપાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બસ કંડકટર અને ડ્રાઈવર પાસે આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા હતા,અને એક કંડકટર પાસે યુનિફોર્મ ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી,જ્યારે અન્ય કંડકટર પાસે આઈકાર્ડ તેમજ અન્ય પુરાવા ન હોવાને લઇ 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવતા બીઆરટીએસ અને સીટી બસ સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઉપરાંત આ ઓચિંતા ચેકિંગમાં ટિકિટ ચેકરને પણ બેદરકારી બદલ 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.