લાજપોર જેલમાં લાઈબ્રેરીનું કરાયું નવીનીકરણ
અંદાજીત 18 હજાર પુસ્તકોની લાઇબ્રેરી બનાવી
બંદીવાનો માટે તૈયાર કરાઈ લાઈબ્રેરી
સંસ્થાઓ દ્વારા પુસ્તકો ડોનેટ કરવામાં આવ્યા
નિરક્ષર માટે ઓડિયો લાઈબ્રેરીની વ્યવસ્થા
સુરતની લાજપોર જેલમાં કેદીઓના જીવનમાં પરિવર્તન અને માનસિક વિકાસ અર્થે લાઇબ્રેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.જેના કારણે બંદીવાનો માટે પુસ્તકો પરિવર્તનનો પથ બન્યા હોવાની લાગણી કેદી વ્યક્ત કરી રહ્યા છે.
સુરતની લાજપોર જેલમાં હવે કેદીઓ અધ્યયન દ્વારા પોતાને નવી દિશા આપી રહ્યા છે. લાજપોર જેલમાં એક જ વર્ષમાં કેદીઓએ 26 હજાર પુસ્તકો વાંચ્યા છે. 3200 કેદી માટે 18 હજાર પુસ્તકોની લાઈબ્રેરી બનાવી છે, જેમાંથી 2022માં વર્ષમાં 9600 જ પુસ્તકો કેદીઓએ વાંચ્યા હતાં, પરંતુ 2023માં 24000 અને 2024માં 26 હજાર પુસ્તકોનું વાંચન કર્યું હતું.
લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સહિતની 7 ભાષાનાં પુસ્તકો છે. જેમાં ધાર્મિક, મોટિવેશનલ, આત્મકથા, સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રોનો સમાવેશ થાય છે. અમુક કેદીઓ મહિનામાં 5થી 8 પુસ્તકો વાંચે છે.
જેલ સુપ્રિટેન્ડેન્ટ જે.એન. દેસાઈએ કહ્યું કે, ગુનેગારો સુધરીને મેઈન સ્ટ્રીમમાં આવે તે માટે હીરા, કાપડ ઉદ્યોગ વગેરેની સ્કિલ શીખવાય છે. જેલની શાળામાં યોગા, મેડીટેશન, લાઇબ્રેરી વડે કેદીઓનું માનસ પરિવર્તન કરવા પ્રયાસ થાય છે. કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેનો રેકોર્ડ બને છે. જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે.