લોકરક્ષક દળની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા
સુરતના 206 કેન્દ્રો પર યોજાઈ પરીક્ષા
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ટેકનોલોજીનો ઉપયોગ
બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રિનિંગ કરાયું
સુરતમાં લોક રક્ષક દળની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.પરીક્ષામાં પેપર લીકની ઘટના ન બને તે માટે ટેક્નિકલી ફૂલપ્રૂફ સુરક્ષા ગોઠવવામાં આવી હતી.અને શહેરના ચાર ઝોનમાં 206 પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યાઓ માટે આજરોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાત જિલ્લાના 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાય હતી.
સુરતના 206 પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા.અને બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરીને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી.