પર્વત પાટિયા વિસ્તારમાં આગની ઘટના
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ
આગની ઘટનાથી નાસભાગ મચી
22થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની લેવાય મદદ
150 જેટલા લાશ્કરોએ મેળવ્યો આગ પર કાબુ
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી હતી. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને ઘટના સ્થળે 22થી વધુ ફાયરની ગાડીઓ ખડકી દેવામાં આવી હતી. આ ઘટનામાં 150 જેટલા ફાયર લાશ્કરોએ આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી.જોકે સદ્દભાગ્યે કોઈ જાનહાનિ પહોંચી નહોતી. હાલ પોલીસ દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.