ઓર્ગન ડોનર સિટી “સુરત” : બ્રેઈનડેડ સ્વજનના લીવર, 2 કિડની, 2 હાથના અંગદાન થકી પાટીલ પરિવારનો સેવાયજ્ઞ

અંગદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરી એકવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે.

ઓર્ગન ડોનર સિટી “સુરત” : બ્રેઈનડેડ સ્વજનના લીવર, 2 કિડની, 2 હાથના અંગદાન થકી પાટીલ પરિવારનો સેવાયજ્ઞ
New Update

અંગદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરી એકવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે અંગદાનમાં વધારો થયો છે. સિવિલ ખાતે બ્રેઈનડેડ સ્વજનના લીવર, 2 કિડની અને 2 હાથોનું અંગદાન કરીને સુરતના પાટીલ પરિવારે માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારની ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાસ્કર પાટીલ મજૂરી કામ કરીને જીવન વ્યતિત કરતા હતા. ગત તા. 2જી ફેબ્રુઆરીના રોજ તેઓ નિત્યક્રમ મુજબ પાંડેસરા કડિયા નાકા પર કામ અર્થે જવા નીકળ્યા હતા, ત્યારે બેભાન થઈ જતા તત્કાલ તેમને સોસ્યો સર્કલ નજીક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા હતા. સિટી સ્કેન રિપોર્ટ કરાવતા મગજના હેમરેજ થયાનું માલુમ પડ્યું હતું. તેઓ સઘન સારવાર છતાં ગંભીર હેમરેજના કારણે સ્વસ્થ થઈ શકે તેમ ન હતા. તા. 8મી ફેબ્રુ.ના રોજ સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો. પરેશ ઝાંઝમેરા તથા ડો. કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં તેમના ભાણેજ સિવાય કોઈ ન હોવાથી ડો. નિલેષ કાછડીયા સહિતના તબીબી અધિકારીઓએ સિવિલના આર.એમ.ઓ. ડો. કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ ભાણેજને અંગદાન અંગેની જાણકારી આપી. તેમણે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી, ત્યારે બ્રેઈનડેડ ભાસ્કર પાટીલના બન્ને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ પહોચાડવામાં આવ્યા હતા, જ્યારે લીવર અને 2 કિડની અમદાવાદની IKDRC-ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડો. નિલેશ કાછડિયા અને તબીબી ટીમ દ્વારા બન્ને હાથને પ્રોક્યોર કરવામાં આવ્યા હતા. અંગદાનને પાર પાડવામાં સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકર, RMO ડો. કેતન નાયક, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #donate #Patil Family #Organ Donor #Brain Dead Relative
Here are a few more articles:
Read the Next Article