સુરત : બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ રાખવા પોલીસની સૂચના,ભારી વાહનો પર અને હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ

સુરતમાં એક તરફ લગ્ન પ્રસંગો અને ઉત્સવો તેમજ બીજી તરફ બોર્ડની પરીક્ષાઓને કારણે પોલીસ વિભાગ દ્વારા સામાજિક જવાબદારી સાથે પ્રસંગોની ઉજવણી કરવા અપીલ કરી

New Update
  • પોલીસનો મહત્વનો અને મોટો નિર્ણય

  • આજથી DJ વગાડવા પર પ્રતિબંધ

  • રાતે 10 વાગ્યા બાદ DJ નહિ વગાડી શકો

  • જાહેરનામાનો ભંગ થશે તો થશે કાર્યવાહી

  • બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને લેવામાં આવ્યો નિર્ણય   

સુરતમાં બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં રાત્રે 10 વાગે ડીજે બંધ કરવા ઉપરાંત ભારી વાહનો અને હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરતમાં એક તરફ લગ્ન પ્રસંગો અને ઉત્સવો તેમજ બીજી તરફ બોર્ડની પરીક્ષાઓને કારણે પોલીસ વિભાગ દ્વારા સામાજિક જવાબદારી સાથે પ્રસંગોની ઉજવણી કરવા અપીલ કરી છે.

ખાસ બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને પોલીસે રાત્રે શાંતિભર્યું વાતાવરણ બની રહે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકર તેમજ ડીજે બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ભારી વાહનો અને જોરથી હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો પોલીસની આ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે અને જાહેરનામાનો ભંગ થશે તો પોલીસ દ્વારા DJ જપ્ત કરીને જવાબદાર સામે કાયદેરસરની કાર્યવાહી કરવામાં આવશે.  

Latest Stories