સુરત : નવરાત્રિમાં લોકોની સુરક્ષા-સલામતી માટે પોલીસ તંત્ર સજ્જ, પોલીસ કમિશનરે ગરબા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું.

સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રિના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી

New Update

તા. 3જી ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો થશે પ્રારંભ

ખેલૈયાઓ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર

નવરાત્રિમાં લોકોની સુરક્ષા-સલામતી માટે પોલીસ સજ્જ

પોલીસ કમિશનરે વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી

સ્થળ નિરીક્ષણ કરી ગરબા આયોજકોને સલાહ-સૂચન કર્યું

સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રિના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

નવરાત્રિના પડઘમ વાગી ગયા છેઅને ખેલૈયાઓ દુનિયાના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર છેત્યારે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રિના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.

જોકેઆ વર્ષે નવરાત્રિ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ નહીં આપવા તેમજ ક્ષમતા નિયત્રંણ કરવા માટે ખાસ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસ કમિશનરએ જણાવ્યુ હતું. સુરત પોલીસ કમિશનર દ્વારા સ્થળ વિઝિટ કરી તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેઓની સાથે ACP, DCP સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Navratri #surat police #celebrate Navratri #Surat Navratri
Here are a few more articles:
Read the Next Article