સુરત : રેન્સમવેર એટેકથી સહકારી બેંકોની કામગીરીમાં લાગી બ્રેક, કરોડોના ટ્રાન્ઝેક્શન પર ગંભીર અસર...

ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાય ગઈ છે. જેના કારણે સુરતમાં કાર્યરત સહકારી બેંકોના પણ કરોડો રૂપિયાના વ્યવહારો અટવાય ગયા છે.

New Update

ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાય ગઈ છે. જેના કારણે સુરતમાં કાર્યરત સહકારી બેંકોના પણ કરોડો રૂપિયાના વ્યવહારો અટવાય ગયા છે. જેથી બેન્કના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાય જતાં બેન્કના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15થી વધુ બેંકોના સાયબર અટેકથી 1200 કરોડ રૂપિયાના લેણદેણના વ્યવહારો પર ગંભીર અસર પડી છે. છેલ્લા 4 દિવસથી રાજ્યની 21 બેંકો સહિત દેશની 356 બેંકના ટ્રાન્ઝેક્શન પર સાયબર એટેકની અસર થઇ છે. સહકારી બેંકના ખોરવાયેલા તંત્રને રાબેતા મુજબ શરૂ થવામાં હજી 2 દિવસનો સમય લાગશે તેમ સહકારી બેંકના આગેવાન જણાવી રહ્યા છે.

#Gujarat #Surat #banks #Ransomware attack
Here are a few more articles:
Read the Next Article