સુરત : પાંડેસરામાંથી SOGએ ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી એન્જલ મોનોફિલામેન્ટમાં SOGની ટીમે રેડ કરી હતી,અને રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ

  • એન્જલ મોનોફિલામેન્ટમાં થતું હતું ઉત્પાદન

  • SOGની ટીમે કંપનીમાં કરી રેડ

  • ચાઈનીઝ દોરી સામેની કાર્યવાહીમાં મળી સફળતા

  • પોલીસે 2.18 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત 

સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમીને આધારે પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી એન્જલ મોનોફિલામેન્ટમાં રેડ કરી હતી.આ રેડ દરમિયાન પોલીસને ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે કંપનીના મેનેજર પ્રમોદ મંડલની સઘન પૂછપરછ કરી હતી.

જેમાં તેઓએ કંપનીમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન થતું હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ અને દોરી બનાવવાનું રો-મટીરીયલ કબજે કર્યું હતું.અને રૂપિયા 2 કરોડ 18 લાખ 6 હજાર 750નો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.      

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ તહેવારમાં ઘાતક ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ત્યારે પોલીસને ચાઈનીઝ દોરી સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી હતી.

Latest Stories