/connect-gujarat/media/post_banners/690637b078b12f8540f0902d69bd64a0f6e7c11e22a6a8ec83cc4c7b7713054a.jpg)
કડોદરામાં 12 વર્ષના બાળકનું રિક્ષામાં થયું હતું અપહરણ
અજાણ્યા શખ્સો દ્વારા માંગવામાં આવી રૂ. 15 લાખની ખંડણી
અપહરણના 2 દિવસ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો
પોલીસે કરી એક શખ્સની ધરપકડ, અન્યની શોધખોળ શરૂ
સુરત જિલ્લાના કડોદરામાં 12 વર્ષનો બાળક 2 દિવસ પહેલાં ટ્યુશનથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક શખ્સો બાળકનું રિક્ષામાં આવી અપહરણ કરી ગયા હતા. જે બાદ તેના પરિવારને ફોન કરી 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પરિવાર આર્થિક રીતે સ્થિર ન હોવાથી તે આટલી મોટી રકમ ચૂકવી શકે તેમ ન હતો, જ્યાં અપહરણના 2 દિવસ બાદ બાળકનો ઝાંડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ટેમ્પો ડ્રાઈવિંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા સુધીરકુમાર નારાયણે કડોદરા પોલીસને ફરિયાદ આપી હતી, ત્યારે આજે રવિવારે બપોરે કામરેજ તાલુકાની સીમમાં આવેલ ઉંભેળ ગામમાં અવાવરું જગ્યામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, અને અન્ય શકમંદોની પુછપરછ હાલ ચાલુ છે. તમામ આરોપીઓ અને આ બાળક કડોદરા ખાતે આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા હતા. એટલે ફરિયાદી આરોપીઓને ઓળખતા હતા, અને આરોપીઓ પણ ફરિયાદીને ઓળખતા હતા. આરોપીઓમાંથી એક શંકાસ્પદને ઝડપી LCB, SOG, રેન્જની ટીમો તથા Dy.sp, તેમજ જિલ્લાની ફોર્સ ખડકીને અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.