સુરત: પાંડેસરામાં મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા 5 લોકો ગૂંગળાયા, એક કિશોરીનું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો.

New Update
સુરત: પાંડેસરામાં મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા 5 લોકો ગૂંગળાયા, એક કિશોરીનું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો.સવારે નજીકમાં રહેતા સંબંધી જગાડવા જતા ઘરમાંથી 5 લોકો બેભાન મળી આવ્યા હતા જે પૈકી એક કિશોરીનું મોત નીપજયું છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામ ખાતે રહેતા મનીકાંત યાદવ પાંડેસરા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રી દરમ્યાન મનીકાંત કામ પર ગયો હતો દરમિયાન મનીકાંતના પરિવાર સહિત મોટા ભાઈના પુત્રો મળી 5 લોકો ઘરમાં સૂતા હતા તે સમયે ઘરમાં રહેલ LPG સિલિન્ડર લીકેજ થયો હતો.રાત્રિ દરમ્યાન રૂમના દરવાજા બંધ હાલતમાં હતા અને પરિવાર સૂતો હતો તે દરમ્યાન ગેસ લીકેજ થતા ઘરમાં સુતેલા 5 લોકો બેભાન થઈ ગયા હતા.સવારે પાંચ વાગે મોટા ભાઈ તેમની દીકરીને જગાડવવા જતા દરવાજો ખુલ્યો ન હતો જેથી દરવાજો તોડી પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યાર બાદ સીધા સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાં 14 વર્ષીય કિશોરી અંજલિ શ્રીકાંત યાદવનું મોત થઈ જતા પરિવારમાં ગમગીની જોવા મળી હતી

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.