/connect-gujarat/media/post_banners/79bd0d31fde54c1117cef3c54bf0aa6fe78b829aafdc2cd26d56a5d7c275c934.jpg)
સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં એક નવજાત બાળક ત્યજી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે નવજાત બાળકને ત્યજી દેનાર 15 વર્ષીય કિશોરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં એક બિલ્ડીંગ નીચેથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની જાણ ઉમરા પોલીસ મથકે કરવામાં આવી હતી. ઉમરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જોકે, આ તપાસના આધારે 15 વર્ષીય કિશોરી તેની બહેનના ઘરે ગઈ રહેવા ગઈ હતી, જ્યાં 20 વર્ષીય યુવાને તેના પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, કિશોરીના પિતાનું થોડા મહિના પહેલા જ અવસાન થયું હતું, જ્યારે માતા મજૂરી કામ કરે છે, અને કિશોરી પોતે ધોરણ-10માં અભ્યાસ કરે છે. આ મામલે કિશોરી ગભરાઈ ગઈ હતી, અને તેણે આ વિશે કોઈને કહ્યું નહીં. હાલ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કિશોરી આઠમા મહિનામાં ડિલિવરી થઈ હતી, તેને ઘરે લઈ જતી વખતે જેનેતાએ જ બાળકને બિલ્ડિંગના ત્રીજા માળેથી ફેંકી દીધું હતું. ઘટના બાદ ઉમરા પોલીસ દ્વારા યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ 20 વર્ષીય યુવકની પણ પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.