/connect-gujarat/media/post_banners/7a8ad45a0e52a0aa3fb809da2d7ac10f702397534b262e385c71fc090ef3f51f.jpg)
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એકબાદ એક ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે, ત્યારે સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બાબતે 17 વર્ષીય કિશોરની હત્યાની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલીમાં થયેલા ઝઘડામાં ધરાનજ નામના કિશોરની હત્યા કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ તપાસ હાથ ધરતા આસિફ અને ધરાનજ નામના યુવકોએ એકબીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘા લાગી જતાં ધનરાજ સપકાલેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે એઝાઝખાન ઉર્ફે અજ્જુ અજન્ટા, શફીખાન પઠાણ, આસીફ ઉર્ફે તરાપો ઉર્ફે અસ્ત્રો રસીદ શેખની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મુખ્ય આરોપી આસિફ હુમલામાં ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.