Connect Gujarat
સુરત 

સુરત : 32 વર્ષીય યુવકનું મોડી રાત્રે અપહરણ કરાયું, પોલીસે 4 લોકોની અટકાયત કરી

X

સુરત પોલીસે લિઓન કન્સલન્ટ માટે કામ કરતા એક યુવકનું અપહરણને લઇ 4 લોકોની અટકાયત કરી છે. 32 વર્ષીય યુવકનું મોડીરાત્રે તેના ઘર પાસેથી કોઈ અજાણ્યા શકશો અપહરણ કરી ગયાની ફરિયાદ પીડિત યુવકના પિતરાઈ ભાઈએ પોલીસમાં કરતા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે 4 લોકોની પૂછપરછ આદરી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં અમરદીપ સોસાયટી માં કાકાના પુત્ર સાથે લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં ૩૨ વર્ષીય જગદીશ પ્રેમજી માલવિયા રાત્રે સવા બે વાગ્યે સુવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે એક કાર તેમના ઘર પાસે આવીને ઊભી રહી હતી અને લોનના કામ માટે બહાર બોલાવી નંબર વિનાની સ્કોર્પિઓમાં અપહરણ કરી ગયા હતા. યુવકના પિતરાઇ ભાઇ કલ્પેશ માલવિયાએ ત્વરિત પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ સાયણ ચેક પોસ્ટના કર્મચારીઓ પણ બાઇક મારફત પીછો કર્યો હતો, પરંતુ કાર છટકી જતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આજે સવારે કલ્પેશને એક ફોન આવ્યો હતો અને ફોન કરનાર પોતે કઠોરના જય ચેરીટેબલ નશામુક્ત કેન્દ્રમાંથી બોલતો હોવાનું અને તેના પિતરાઇને તેઓ જ અપહરણ કરી લઇ આવ્યાનું જણાવ્યું હતું. યુવકના પિતાએ જ નશાની ચુંગાલમાંથી છોડાવવા તેને લઇ આવવા જણાવ્યું હોવાનું જણાવતાં કલ્પેશભાઇ સીધા અમરોલી પોલીસ મથકે પહોંચી હતા. નશા મુક્તિ કેન્દ્ર દ્વારા જોકે નંબર વિનાની કારમાં જે રીતે અપહરણ કરાયું હતું અને પોલીસને પણ જાણ કરવાની તકેદારી નહિ લેવાઇ હોઇ પોલીસે અપહરણ માં સંડોવાયેલા ચારને અટકાયતમાં લઈ તપાસ હાથ ધરી હતી.

Next Story