સુરત: પાલીગામ વિસ્તારમાં 5 માળનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ થયું ધરાશાયી

ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે

New Update
5 માળનું બિલ્ડિંગ ધરાશાયી

સુરત સચિનના પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતાં ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.. 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિલ્ડિંગના 9 રૂમમાં લોકો રેહતા હતા પરંતુ હજુ કેટલા લોકો દટાયા છે તેની માહિતી મળી નથી હાલ તો ફાયર વિભાગ, NDRF,SDRF ની ટીમ કામે લાગી છે અને કાટમાળ ખસેડી રહી છે જેમ જેમ કાટમાળ સાફ થતો જશે તેમ ખબર પડશે કે કેટલા લોકો દટાયા હતા

Latest Stories