Connect Gujarat
સુરત 

સુરત : વિધાનસભાની ચૂંટણી પૂર્વે BSFના ઉચ્ચ અધિકારીઓ સહિત 700 જવાનનો કાફલો આવી પહોચ્યો…

કોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ચૂંટણી દરમ્યાન અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરત શહેરના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે BSFના ઉચ્ચ અધિકારીઓ સહિત 700 જેટલા જવાનોનો કાફલો આવી પહોચ્યો છે. આ BFSના જવાનો શહેરના સંવેદનશીલ વિસ્તારોના ચૂંટણી બૂથ પર તૈનાત રહેશે.

કેન્દ્રિય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ સંદર્ભે વધુ 5 જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત જિલ્લા કલેક્ટરો તેમજ પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરે અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. જોકે, તા. 16 ઓકટોબરથી જ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે હવે સુરત શહેરમાં પણ ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

સુરત ખાતે 12 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરત શહેરના ઉધના સ્ટેશન ખાતે BSFના ઉચ્ચ અધિકારીઓ સહિત જવાનોનો કાફલો આવી પહોંચ્યો હતો. કોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તાર સહિત સંવેદનશીલ વિસ્તારોના ચૂંટણી બુથો 700થી વધુ BSFના જવાનો તૈનાત રહે તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Next Story