Connect Gujarat
સુરત 

સુરત : યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધણી કરવાની સુવર્ણ તક, જિલ્લા કલેક્ટરે બેઠક યોજી...

ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨' જાહે૨ ક૨વામાં આવ્યો છે

X

ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨' જાહે૨ ક૨વામાં આવ્યો છે, ત્યારે આ ઝુંબેશ સંદર્ભે સુરત જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.

જે નાગરિક તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે, તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય, તેવા નાગરિકો માટે તા. ૧૨/૦૮/૨૦૨૨ના રોજથી તા. ૧૧/૦૯/૨૦૨૨ સુધી એક મહિના દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સંબંધિત નિયત નમૂનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હક-કદાવાઓ રજૂ કરી શકાશે. આ સંદર્ભે સુરત જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠક દરમ્યાન કલેક્ટર આયુષ ઓકે જણાવ્યુ હતું કે, શહેર તથા જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા અંતર્ગત એક મહિનાના સમયગાળા દરમિયાન લોકો મતદારયાદીમાં નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકાશે.

મતદારયાદી સુધારણા હેઠળ બી.એલ.ઓ. જે તે મતદાન મથકે ઉપસ્થિત રહેશે. સાથે જ વિશિષ્ટ આયોજનના ભાગરૂપે સુરત શહેર તથા જિલ્લાની તમામ કોલેજોમાં યુવા મતદારોની નોંધણી માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in તેમજ Voter Helpline મોબાઈલ એપ ઉપરાંત www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. ૧૯૫૦ ૫૨ અરજદારો સંપર્ક કરી શકશે. જોકે, આ સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઝુંબેશનો લાભ ઉઠાવે તેવો જિલ્લા કલેક્ટર ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

Next Story