સુરત : પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓ દ્વારા અનોખુ અભિયાન, ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું વિતરણ કરાયું...

સુરત શહેરમાં અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે.

New Update

પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે અનોખુ અભિયાન

વિદ્યાર્થીઓએ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કર્યું

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયો વિશેષ કાર્યક્રમ

ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો

શાળાના આચાર્યશિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

સુરત શહેરમાં પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ શ્રીજીની અનોખી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કર્યું છેત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ હવે લોકો ગણેશ મહોત્સવ માટે થનગની રહ્યાં છેત્યારે સુરત શહેરમાં અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે.

જેમાં પોલીસ હેડક્વાર્ટર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતશાળાના આચાર્યશિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શહેરના તમામ પોલીસ મથકમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તેવા આશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Latest Stories