સુરત : એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે.

New Update
સુરત : એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે. યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકમગ્ન થઈ ગયો છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં આવેલ પાલી ગામમાં રહેતા મૂળ બિહારના વતની 19 વર્ષીય પ્રદીપકુમાર ઉપેન્દ્ર રામ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પ્રદીપના લગ્નને એક જ મહિના થયા હતા. ગતરોજ સાંજના સમયે કામ પરથી પરત આવી કોઈ અગમ્ય કારણોસર પ્રદીપે ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની નયના ઊંઘમાંથી જાગીને બેડરૂમ તરફ જતા પતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. નયનાએ બૂમાબૂમ કરતાં પરિવારના લોકો દોડી આવ્યા હતા. તો બીજી તરફ, બનાવની જાણ તથા જ સચિન જીઆઇડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Advertisment