/connect-gujarat/media/media_files/2025/09/26/world-pharmacist-day-2025-09-26-16-58-05.jpg)
સુરત ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત 18 ફાર્મસી કોલેજના ઐતિહાસિક સંયુક્ત ઉપક્રમે “થિંક હેલ્થ, થિંક ફાર્માસિસ્ટ”ની થીમ સાથે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઑફ ફાર્મસીના 2 વિદ્યાર્થીઓએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
દક્ષિણ ગુજરાતના ફાર્મસી ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. પ્રથમવાર એકસાથે 18 ફાર્મસી કોલેજો, ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને સાઉથ ગુજરાત ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી એક જ મંચ પર ભેગી થઈ સુરત ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં “થિંક હેલ્થ, થિંક ફાર્માસિસ્ટ” થીમ સાથે યોજાયેલ આ ઉજવણી પ્રસંગે 400 જેટલા વિદ્યાર્થી, 100 ફેકલ્ટી સભ્યો અને 40 ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ભાગ લઈને સમગ્ર સમાજ માટે એક વિચારપ્રેરક સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સભ્ય રસિક પટેલ, એસ. જી. ફાર્માના ચેતન ભગત, ઝોટા હેલ્થ કેરના કેતન ઝોટા તથા પ્રવીણ વેકરિયા, ડૉ. સી.ડી.શેલાટ, ડૉ. હરેશ કોરટ, આઈ.પી.એ. પ્રમુખ હાર્દિક બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વ્યક્તિત્વપૂર્ણ સંબોધન દ્વારા દરેક ફાર્માસિસ્ટનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમનો શ્રેષ્ઠ ક્ષણ વરિષ્ઠ અને હજીપણ ફાર્મસી વ્યવસાય સાથે અવિરત સંકળાયેલા ફાર્માસિસ્ટોનું સન્માન કરવાનો હતો, જેમણે છેલ્લા 50–55 વર્ષના જીવનકાળથી અવિરત સેવા બજાવી છે. તેમાં બારડોલીથી છગન પટેલ, વાપીથી પ્રફુલ ચૌહાણ અને સુરતથી ગોવિંદ વાઈકરિયા, મહેશભ વ।ઘવાલા, દિલીપ દવાવાળા અને મુકતિ ઝોટાએ તેમનો અમૂલ્ય સમય ફાળવીને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત શ્રી સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય અને ઓપરેશન સિંદૂરની થીમ પર દેશભક્તિ નૃત્યથી કરવામાં આવી હતી.
-રીલ મેકિંગ સ્પર્ધામાં...
• પ્રથમ ક્રમાંક – ભાટિયા રોહિત, ઇટાલિયા કુંજ, કોલાડિયા ચાર્મી (માલિબા ફાર્મસી કોલેજ)
• દ્વિતીય ક્રમાંક – રીધમ વમજા, અજય મોરે, જશ પટેલ (ડૉ. ચુનિભાઈ વલ્લભભાઈ પટેલ કોલેજ ઑફ ફાર્મસી)
• તૃતીય ક્રમાંક – રાજ પુરોહિત ગોવિંદસિંહ, રઘુવંશી રાજદીપસિંહ, હિરપારા તીર્થ (રોફેલ કોલેજ ઑફ ફાર્મસી)
-ડોક્યુમેન્ટરી ફિલ્મમાં...
• પ્રથમ ક્રમાંક – રોમિત ભાટિયા અને મૈંત્રી વેકરીપા ટીમ (માલિબા ફાર્મસી કોલેજ)
• દ્વિતીય ક્રમાંક – હર્ષ પારેખ અને આયુષી પટેલ તથા ટીમ (લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઑફ ફાર્મસી, ભરુચ)
• તૃતીય ક્રમાંક – ચાવડા દેવ અને ભાવના ચૌધરી ટીમ (એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી)
-ફાર્માટૂન્સમાં...
• પ્રથમ ક્રમાંક – પટેલ યાત્રિ (લક્ષ્મીનારાયણ ફાર્મસી કોલેજ, ભરુચ)
• દ્વિતીય ક્રમાંક – પૂજારાણી પ્રધાન (વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી)
• તૃતીય ક્રમાંક – રિદ્ધિ પધિયાર (શ્રી બી.એન. બી. સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ)
-ફાર્મા રાઇમ્સમાં...
• પ્રથમ ક્રમાંક – કાંઠારીયા ખુશી (સી.કે. પિઠાવાલા કોલેજ ઑફ ફાર્મસી, સુરત)
• દ્વિતીય ક્રમાંક – રાઠોડ જિનલ (શ્રી નlરંજિભાઈ લાલજીભાઈ કોલેજ ઑફ ફાર્મસી)
• તૃતીય ક્રમાંક – વૃતિ ગેરા (ભગવાન મહાવીર કોલેજ ઑફ ફાર્મસી, સુરત)
-સ્લોગન લેખનમાં...
• પ્રથમ ક્રમાંક – સિદ્દત મારિયા (એસ.વી.પી.ઈ.એસ. કોલેજ ઑફ ફાર્મસી, ઈસરોલી)
• દ્વિતીય ક્રમાંક – કુશ પાંખલ (શ્રી નારણજીભાઈ લાલજીભાઈ કોલેજ ઑફ ફાર્મસી)
• તૃતીય ક્રમાંક – પટેલ આયુષી (એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી, નવસારી)
તમામ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કારો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનારાઓને પ્રોત્સાહન મળ્યું અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી અને પી.પી.સાવણી યુનિવર્સિટી દ્વારા “દવાની ભૂલ અને ગેર-ફાર્માસિસ્ટ રિટેલ દુકાનમાં ડિસ્કાઉન્ટ સિસ્ટમ” થીમ પર નાટ્ય પ્રસ્તુત કરી સમાજના હાલના પ્રશ્નો પર ધ્યાન દોરાયું હતું.
નાટકને વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ રીતે રજૂ કર્યું, જેને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. ફાર્માસિસ્ટ માત્ર દવાનો વ્યવસાય નથી, પરંતુ માનવ આરોગ્યનો અભિન્ન સહયોગી છે. દરેક રચનામાં એક જ સંદેશ હતો – “સ્વસ્થ ભારત માટે જવાબદાર ફાર્માસિસ્ટ અનિવાર્ય છે.” આ કાર્યક્રમનો સાચો આનંદ વિદ્યાર્થીઓની આંખોમાં ઝળહળતો આત્મવિશ્વાસ અને વરિષ્ઠ ફાર્માસિસ્ટોના ચહેરા પરનો સંતોષ હતો.