/connect-gujarat/media/post_banners/038d50fa83d5a7b3fc9bb3d364970e320953d1816364ba154926506ce1e7f0c3.jpg)
પડકારજનક સાયબર સિક્યોરિટીના વિષયમાં મહત્તમ પ્રેક્ટિસ અને કેસોમાં ઉકેલ લાવવા બદલ સુરત શહેરના મીત શાહને 30 ઓક્ટોબર 2021ના રોજ દિલ્હી ખાતે IFA -ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. મીત શાહે છેલ્લા 2થી 3 વર્ષ દરમિયાન ભારતમાં મહત્તમ પ્રમાણમાં સાયબર સિક્યોરિટી અને તેને લગતા કેસોનું સોલ્યુસન આપવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સાયબર સિક્યોરિટીમાં નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તર ઉપર પણ મીત શાહે રેકોર્ડ બ્રેકીંગ કામ અને કેસો ઉપર ઉકેલ આપ્યો હતો જેમાં મોટી- કંપનીઓ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓની સમસ્યાઓ ઉપર પણ સાકરાત્મક આઉટપુટ આપવામાં આવ્યું હતું. જે બદલ મીત શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેઓને બલિવુડના અભિનેતા સોનુ સુદના વરદ હસ્તે આપવામાં આવ્યોપ હતો.તેમની આ સિદ્ધિને લઇ યંગેસ્ટ મિત શાહે સાયબર સિક્યોરિટીની ફિલ્ડમાં ભારતમાં સુરતનું ગૌરવ અને નામ રોશન કર્યું છે.ડિજિટલ થતાં જતા યુગમાં સાયબર ક્રાઈમ નો ગ્રાફ પણ સતત ઉંચો જઈ રહ્યો છે.આ અપરાધો નો ઉકેલ લાવવા મિત શહે કટી બદ્ધતા દાખવી ને પાછલા બે થી ત્રણ વર્ષ માં અનેક કેસો સોલ્વ પણ કર્યા હતા.
મિત શાહે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં તેમણે સાયબર સાઈકોલોજી કાઉન્સેલિંગ, ગવર્મેન્ટ બોડી, એનફોર્સમેન્ટ ઉપરાંત સ્ટેટ લેવલના સાયબર ક્રાઇમના કેસો સોલ્વ કર્યા હતા. આ ઉપરાંત પડકારજનક સોશિયલ મીડિયા અને Digital Media Bank Fraud
, હનીટ્રેપ, રેન્સમવેર, કોર્પોરેટ વિભાગના અનેક કેસો સોલ્વ કર્યા હતા.19 વર્ષની નાની ઉંમરે મોટી સિધ્ધી મેળવી સોલિવ કરેલા કેસો પૈકી તેઓને ડિજિટલ મીડિયા ઉપર થતાં હની ટ્રેપના કેસો જટિલ પ્રકારના લાગ્યા હતા. જેનું કારણ આવા કેસોની ગોપનીયતા હોવાનું પણ મિત શાહે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે માત્ર 19 વર્ષની નાની ઉંમરે સાયબર ક્રાઈમના વિષય ઉપર PhDની ડીગ્રી હાસિલ કરનાર મિત શાહ છેલ્લા 5 વર્ષથી તેમની ફિલ્ડમાં સક્રિય રીતે કામો કરી રહ્યા હતા અને કોરોના કાળ દરમિયાન ઉદય થયેલ ડિજિટલ યુગ એટલે કે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં સાયબર ક્રાઇમના જે કેસોનો ઉકેલ લાવ્યા હતા તે કામની નોંધ લઈ દિલ્હી ખાતે એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા.