સુરત : મિનરલ વોટરના કેરબાની આડમાં દારૂનો વેપલો, ત્રણ આરોપી ઝબ્બે

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવો કિમીયો અજમાવી રહયાં છે.

New Update
સુરત : મિનરલ વોટરના કેરબાની આડમાં દારૂનો વેપલો, ત્રણ આરોપી ઝબ્બે

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવો કિમીયો અજમાવી રહયાં છે. સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપે મિનરલ વોટરના કારબાની આડમાં દારૂનો વેપલો કરતાં ત્રણ આરોપીને ઝડપી પાડયાં છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોને લીલાલ્હેર છે તે વાતથી કોઇ અજાણ નથી. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે પણ પોલીસની નજરમાંથી તેઓ બચી શકતાં નથી. સાંપ્રત સમયમાં તમે મિનરલ વોટરના જગ અને કારબા લઇ જતાં વાહનો ઠેર ઠેર નજરે પડતાં હોય છે ત્યારે બુટલેગરોએ મિનરલ વોટરના કેરબાઓની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરી દીધી છે. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેમ્પાને અટકાવી તલાશી લેતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગોડદરા એસએમસી ગાર્ડન પાસે પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટેમ્પાના ડ્રાઈવર સહીત દારૂ મંગાવનાર અને દારૂ આપનારને પોલીસે દબોચી લીધાં છે.