સુરત : આંગડિયા પેઢીના માલિકને પિસ્તોલ બતાવી રૂ. ૩૩ લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ હરિયાણાથી ઝડપાયા

બંદૂકની અણીએ આંગડિયા પેઢીના માલિક પાસેથી લૂંટ રૂ. ૩૩ લાખની લૂંટનાર આરોપી હરિયાણાથી ઝડપાયા સુરત પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી

New Update
સુરત : આંગડિયા પેઢીના માલિકને પિસ્તોલ બતાવી રૂ. ૩૩ લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ હરિયાણાથી ઝડપાયા

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી પાસે જાહેર રોડ પર ધોળા દિવસે પીએમ આંગડિયા પેઢીના માલિકને પિસ્તોલ બતાવી રૂપિયા ૩૩ લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ તાત્કાલિક ડીંડોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે વુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, લૂંટને અંજામ આપનાર ઈસમો હરિયાણાના હિસાર ખાતે આવી પહોચ્યા છે.

માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે હરિયાણાના સાગર ખાતે પહોંચી ઈનોવા કારમાં મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. મૂળ હિસ્સાર જિલ્લા ખાતે આવેલ રાવળવાસના વતની અને સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીમાં રહેતો અરોપી અશ્વિનીકુમાર સુરજીસિંગની પૂછપરછ કરતા આરોપીને અશ્વિનીકુમારે સુરતમાં ઘણા ધનિક લોકો હોય છે. જેથી લૂંટ કરવાના ઇરાદે પોતાના સાગરિતો અમન ઉર્ફે રાકેશ ગોડારા, ગૌરવ અને મોહિત ગીલ સાથે મળી ઈનોવા કારમાં 3 દિવસ સુધી રેકી કરી આંગડીયા પેઢીના કર્મચારી સવારના સમયે બાઈક લઈને આવ્યો હતો તે દરમિયાન આરોપી અમન ઉર્ફે રાકેશ ગોડારા પાસે પિસ્તોલ હોય તે બતાવી ગૌરવ બેગ ઝૂંટવી રોકડ ૩૩ લાખની લૂંટને અંજામ આપી હરિયાણા હિસાર ખાતે ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories