/connect-gujarat/media/post_banners/61e0b247e4ff60d8104c856288c5965075ae8562277b1f3f771c531f1b7f3ebe.jpg)
કાપડનગરી સુરતમાં ભારત રક્ષા મંચ દ્રારા યોજાયેલ અભ્યાસ વર્ગમાં મહિલા આગેવાન કાજલ હિન્દુસ્તાની ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ હિન્દુત્વ અંગે વક્તવ્ય આપ્યું હતું
સુરતમાં ભારત રક્ષા મંચ દ્રારા અભ્યાસ વર્ગ ભારત સેવાશ્રમ સંઘ ગુરુકુળ સ્કૂલ ખાતે યોજાયો હતો.અભ્યાસ વર્ગના બીજા દિવસે કાજલ હિન્દુસ્તાની ઉપસ્થિત રહ્યા હતા તેઓએ હિન્દુત્વ અંગે વક્તવ્ય આપ્યુ હતુ. તો સાથે જ લવ જેહાદ અંગે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ બાબા બાગેશ્વરનું સમર્થન કરતા જણાવ્યુ હતું કે તેઓ હિન્દુ રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે આથી તેમને સહયોગ આપવો જરૂરી છે