સુરત : વેલંજાના રિંગ રોડ પર કાર ચાલકે 7 લોકોને ઉડાડ્યા, 3 લોકોના મોત..

પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યું હતું

New Update

સુરત શહેરના વેલંજા વિસ્તારમાં રિંગ રોડ પર હોન્ડા સિટી કારના ચાલકે ફૂલ સ્પીડમાં સાઈડમાં બેઠેલા 7 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 3 લોકોના મોત નીપજ્યા છેત્યારે હોન્ડા સિટીના ચાલકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં ગત મોડીરાત્રે 11.30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતાજેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યું હતુંઅને 5 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજેમાંથી 2 લોકોની હાલત ગંભીર જણાય છે. એમાંય એક તો સગર્ભા મહિલા છેતેમજ કારે 4 જેટલા ટુ-વ્હીલરને પણ ઉડાડતાં એક બાઈક કાર નીચે આવી જતાં ઢસડાઈ હતી. ઉલ્લેખનીય છે કેઅકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ-વ્હીલરો પર બેઠા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે વિયાન વાઘાણીદેવેશ વાઘાણી અને સંકેત વાવડિયાનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફસુરતમાં દરજીકામ કરતાં આરોપી જિજ્ઞેશ ગોહિલની પોલીસે ધરપકડ કરી લીધી છે. જે મૂળ વલ્લભીપુરના રાજપરા ગામના વતની છે. આરોપી નશાની હાલતમાં હતો કેકેમ એને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છેતેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાંની તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Latest Stories