Connect Gujarat
સુરત 

સુરત : યાર્ન ડિલરોના ફસાતા નાણાં પરત મેળવવા "સીબીલ" સોફ્ટવેરનું નિર્માણ કરાશે

આ સોફ્ટવેરની મદદથી છેતરપિંડી કરનારા કે, પેમેન્ટ નહીં ચૂકવનાર યાર્ન વપરાશકારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે.

X

સુરત શહેરના યાર્ન ડિલરોના ફસાતા નાણાં માટે સીબીલ સોફ્ટવેર બનાવવામાં આવનાર છે, ત્યારે આ સોફ્ટવેરની મદદથી છેતરપિંડી કરનારા કે, પેમેન્ટ નહીં ચૂકવનાર યાર્ન વપરાશકારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે.

સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી આવે ત્યારે વેપારીઓ અને કારખાનેદારોના પેમેન્ટ ફસાઈ જતા હોય છે, ત્યારે દર મહિને 3-4 ફરિયાદો અચૂક આવતી હોય છે. જેને અંકુશમાં લાવવા અને યાર્ન ડિલરોના ફસાતા પેમેન્ટ માટે આગામી દિવસોમાં સીબીલ સોફ્ટવેર બનાવવા આવશે. યાર્ન ડિલરો રૂપિયા 20થી 25 લાખ સુધીની રકમ ફસાઈ ગયાની ફરિયાદો એસોસિએશન સમક્ષ આવી ચૂકી છે. જોકે, રૂપિયા 50 લાખથી વધુની રકમ ફસાઇ હોવાની ફરિયાદો જવલ્લે જ આવે છે, ત્યારે ફસાયેલી રકમ કઢાવવા માટે સભ્યો એસોસિએશનની મદદથી પ્રયત્ન કરતા રહે છે. છેતરપિંડી કરનારા કે, પૈસા નહીં આપનારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવી શકે તે માટે યાર્ન ડિલર એસોસીએશને સીબીલ સોફ્ટવેર બનાવવાનું શરૂ કર્યું છે. આ સોફ્ટવેરની મદદથી છેતરપિંડી કરનારા કે, પેમેન્ટ નહીં ચૂકવનાર યાર્ન વપરાશકારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે યાર્ન ડિલર એસોસીએશને આયોજન ઘડ્યું છે.

Next Story