Connect Gujarat
સુરત 

સુરત: સિવિલ હોસ્પિટલમાં સીનીયર રેસીડેન્ટ તબીબે જુનીયરને તમાચો મારી દેતા વિવાદ,તપાસ કમિટીની રચના

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સીનીયર રેસીડેન્ટ તબીબે જુનીયરને તમાચો મારી દીધો હોવાની ઘટના સામે આવી છે.

X

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સીનીયર રેસીડેન્ટ તબીબે જુનીયરને તમાચો મારી દીધો હોવાની ઘટના સામે આવી છે. મેડીસીન વિભાગમાં દર્દીઓનો ઘસારો હોવાથી જુનીયર રેસીડેન્ટ તબીબ ધીમુ કામકાજ કરતો હોવાની રાવ સાથે સીનીયરે તમાચો મારી દેતા વિવાદ ઉભો થયો છે.

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સીનીયર રેસીડેન્ટ તબીબે જુનીયર રેસીડેન્ટ તબીબને તમાચો માર્યો હોવાની ઘટનાને લઈને વિવાદ સામે આવ્યો છે. મજુરાગેટ સ્થિત આવેલી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત અને અન્ય ગામડાઓમાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. દિવસ દરમ્યાન હોસ્પિટલના મેડીસીન, ઈ.એન.ટી. ગાયનેક સહિતના વિભાગમાં દર્દીઓનો ઘસારો હોય છે. ત્યારે ગત સપ્તાહ દરમ્યાન મેડીસીન વિભાગમાં સીનીયર-જુનીયર રેસીડેન્ટ તબીબો વચ્ચે માથાકૂટ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં સીનીયર રેસીડેન્ટ તબીબે જુનીયર રેસીડેન્ટ તબીબને તમાચો મારી દીધો હતો. સીનીયરે જુનીયરને ધીમુ કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો અને આ બાબતે બંને ડોકટરો વચ્ચે માથાકૂટ થયા બાદ સીનીયરે જુનીયરને લાફો માર્યો હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટનાને પગલે નસિંગ સ્ટાફ, આયા, વોર્ડ બોય સહિતના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કમિટી બનાવી સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે.

Next Story