સુરત : વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, મનપા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાતા શાળા સંચાલકોમાં ફફડાટ
સુરત શહેર તથા જિલ્લામાં ગત રવિવારે કોરોનાના 20 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે,
સુરત શહેરમાં ઓમિક્રોનના કેસ નોધાતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે હવે શાળાના વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવી છે.
સુરત શહેર તથા જિલ્લામાં ગત રવિવારે કોરોનાના 20 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે હવે છેલ્લા 2 મહિનામાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાના કેસમાં સતત ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા તંત્ર સતર્ક બન્યું છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અડાજણ વિસ્તારની શાળાઓમાં ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, મનપા દ્વારા ટેસ્ટિંગ અને કડકાઇ વધતાં શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. આ સાથે જ વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. પાલિકા દ્વારા શહેરમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરી વેક્સિનની પ્રક્રિયાને વધુ તેજ કરવામાં આવી છે.