સુરત : સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી, રિલીફ ફંડમાં કરી રૂ. 11 લાખની સહાય...

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની સ્થળ મુલાકાત કરી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી

New Update
  • શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં લાગેલી આગનો મામલો

  • આગનું કારણ જાણવાFSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી સ્થળ મુલાકાત

  • રિલીફ ફંડમાં રૂ. 11 લાખની આર્થિક સહાય અર્પણ કરી

  • અન્ય લોકોને પણ આર્થિક સહાય અર્પણ કરવા અપીલ કરી

સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં લાગેલી આગની ઘટનાના પગલે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સ્થળ મુલાકાત કરી હતી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી હતી.

સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં ગત તા. 25 ફેબ્રુઆરીએ બપોર અને ત્યાર બાદ 26 તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવાFSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી.

ત્યારબાદ તંત્ર દ્વારા 2 વેપારીને સેફ્ટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટેSVNITની ટીમ પણ માર્કેટ પર પહોંચી હતી. જે 15 દિવસમાં રિપોર્ટ આપશે. રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોયત્યારે મોટા ભાગના વેપારીઓએ સ્ટોક ફુલ કરી રાખ્યો હતોજેના કારણે વેપારીઓને મોટું નુકશાન થયું છે.

ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ ચિંતા વ્યક્ત કરી છેત્યારે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળસશક્તિ મંત્રી સી.આર.પાટીલ શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાતે પહોચ્યા હતાજ્યાં ફોસ્ટા દ્વારા કરાયેલ રિલિફ ફંડ કમિટીમાં સી.આર.પાટીલે રૂ. 11 લાખની રાશી સહાય અર્પણ કરી હતી.

આ રાશી વેપારીઓને થયેલ આર્થિક નુકશાનમાં મદદરૂપ થશે. આ રિલીફ ફંડ કમિટીમાં 5 હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશીની લોકો સહાય કરી શકે છેત્યારે હાલ 11 લાખ રૂપિયાની રાશી રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.