Connect Gujarat
સુરત 

સુરત: પોલીસની કોમ્બિંગ ડ્રાઈવ દરમ્યાન તલવાર અને છરા સહિતના ઘાતક હથિયારો મળ્યા,402 લોકો સામે ગુનો દાખલ

સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં થયેલ હત્યા બાદ પોલીસ એક્ષનમાં આવી ગઈ છે.

X

સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં થયેલ હત્યા બાદ પોલીસ એક્ષનમાં આવી ગઈ છે.પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ કોમ્બિંગ ડ્રાઈવ દરમ્યાન તલવાર અને છરા સહિતના ઘાતક હથિયારો મળી આવ્યા હતા પોલીસે આ મામલે 402 જેટલા લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહ હાથ ધરી છે

સુરતમાં ગત શનિવારે ગ્રીષ્મા વેકરીયાની ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતાં. જેથી સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયાં હતાં. આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસે તપાસ હતાં. જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયારો મળ્યા હતાં.જેથી 402થી વધુ લોકો સામે પોલીસે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાંથી તલવાર રેમ્બો છરા ચપ્પુ જેવા પ્રાણઘાતક હથિયારો મળી આવતા પોલીસ ચોકી ગઈ છે. લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 402 લોકો પાસેથી પોલીસ દ્વારા હથિયાર કબ્જે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

Next Story