Connect Gujarat
સુરત 

સુરત : મરણ પથારીએ રહેલો ટેકસટાઇલ ઉદ્યોગ ફરી ICUમાં, સરકારે ન ઘટાડયો ટેકસ

ટેકસટાઇલ ઉદ્યોગે આપ્યો બજેટને મિશ્ર પ્રતિસાદ, કન્ટેનરના ક્રાઇસીસના કારણે ઉદ્યોગકારો છે મુશ્કેલીમાં

X

દેશના સામાન્ય બજેટમાં જયાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ટેકસમાં રાહત મળી છે તો બીજી તરફ ટેકસમાં ઘટાડો નહિ કરવામાં આવતાં ટેકસટાઇલ ઉદ્યોગમાં નિરાશા જોવા મળી રહી છે...

સુરતના કાપડની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન સૌથી વધારે નુકશાન ટેકસટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહયું છે. લુમ્સના કારખાનાઓ બંધ થઇ રહયાં હોવાથી ટેકસટાઇલ ઉદ્યોગ મરણ પથારીએ આવી ગયો છે. વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં સરકારે ટેકસમાં ઘટાડો કરવા સહિતના પગલાંઓ ભરી ઉદ્યોગને બેઠો કરવાના પ્રયાસ કરશે પણ તેમ ન થતાં ઉદ્યોગકારોમાં નિરાશા વ્યાપી છે. ટેકસટાઇલ ઉદ્યોગના અગ્રણી ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વેળા કન્ટેનટરની ક્રાઇસીસ ઉભી થઇ હતી. આ કન્ટેનર ભારત દેશમાં જ બને તેવું આયોજન સરકારે કરવું જોઇએ. સરકારે વહેલી તકે નવી રાહતો જાહેર કરવી જોઇએ.

કેન્દ્રીય બજેટની વાત કરવામાં આવે તો સુરતના ઉદ્યોગકારોએ બજેટને મિશ્ર ગણાવ્યું છે. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગકારો એકત્ર થયા હતાં. તેમણે બજેટના ફાયદાઓ તથા ગેરફાયદાઓ અને લાંબા ગાળાની અસરો વિશે ચર્ચા વિચારણા કરી હતી. આવો જોઇએ જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ સી.આર. જરીવાલાનું શું કહેવું છે બજેટ વિશે..

Next Story